મોરબી : હાલ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. જેમાં આજે તારીખ 4-3-2025ના રોજ ધોરણ 12માં નામાનાં મૂળતત્વો અને અનિવાર્ય કાવ્યમનું પેપર લેવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લામાં નામાનાં મૂળતત્વો પેપરમાં 18 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે અનિવાર્ય કાવ્યમના પેપરમાં તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં નામાનાં મૂળતત્વો પેપરમાં 5383 પરીક્ષાર્થીઓમાંથી ગુજરાતી માધ્યમમાં 5187 વિદ્યાર્થીઓ હાજર અને 18 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે અંગ્રેજી માધ્યમમાં તમામ હાજર રહ્યા હતા. તેમજ અનિવાર્ય કાવ્યમના પેપરમાં તમામ 9 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. આમ કુલ 5392 વિદ્યાર્થીઓમાંથી 18 ગેરહાજર રહ્યા હતા.