સિરામિક ટાઇલ્સ માટે બાઇન્ડર અને ડિસ્પેર્સન્ટ તેમજ ETP માટે વોટર ટ્રીટમેન્ટ સહિતના કેમિકલ હવે ઉદ્યોગોને સરળતાથી મળી રહેશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિકના કેમિકલ રો-મટિરિયલ્સ હવે આંગણે જ મળશે. કારણકે મોરબીમાં આજે SNF ઇન્ડિયાની ઓફિસનો ભવ્ય પ્રારંભ થયો છે. આ વેળાએ અનેક મહાનુભાવોએ હાજરી આપીને આ પ્રસંગને દીપાવ્યો હતો. SNF ઇન્ડિયાએ સિરામિક ટાઇલ્સમાં વપરાતા બાઇન્ડર અને ડિસ્પેર્સન્ટ તેમજ ETP માટે વોટર ટ્રીટમેન્ટ સહિતના કેમિકલનું મેન્યુફેક્ચરિંગ કરે છે. છેલ્લા 20 વર્ષથી મોરબીના સિરામિક ઉદ્યોગો આ કંપનીની પ્રોડક્ટ વાપરે છે. આજથી મોરબીના સિરામિક ઉદ્યોગને સેલ્સને લગતી શ્રેષ્ઠ સર્વિસ પૂરી પાડવા ઓફિસ પણ કાર્યરત કરી દેવામાં આવી છે. આ વેળાએ SNF ઇન્ડિયાના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર કુમારેસન રાજેન્દ્રનની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. વધુમાં SNF ઇન્ડિયાએ મોરબીમાં તેના ગ્રાહકો માટે એક વિશિષ્ટ ડિનર ઇવેન્ટનું આયોજન કર્યું છે. આ ઇવેન્ટ ગીતાંજલી પાર્ટી પ્લોટ, રવાપર- કેનાલ રોડ, મોરબી ખાતે સાંજે 7 વાગ્યે યોજાનાર છે. આ ઇવેન્ટમાં SNFની પ્રોડક્ટની ક્વોલિટી અને મહત્વ વિશે પ્રકાશ પાડવામાં આવશે. આ ઇવેન્ટમાં ભરપૂર મનોરંજન પણ રહેવાનું છે. જેમાં કૈરવી બુચ દ્વારા વિશેષ પ્રદર્શન દર્શાવવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે. SNF ઇન્ડિયા142 -શિરોમણી, બિઝનેશ પાર્ક, લાલપર, મોરબી901629815580002 98155