માતુશ્રી શાંતાબેન એ. દોશી- ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા (એ.સી.) હોલનું લોકાર્પણ, સ્વ.રસિકલાલ અનડકટ સેવાભવનનું લોકાર્પણ, પ્રભાતધૂન, મહા ગાયત્રિ યજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાયામોરબી : મોરબીમાં શ્રી જલારામ ધામ ખાતે આગામી તા. 2-3-2025ને રવિવાર ફાગણ સુદ ૩ના રોજ અષ્ટદશમ્ પાટોત્સવ સપ્તવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પ્રભાતધૂન, મહા ગાયત્રીયજ્ઞ, એ.સી., જનરેટર, લીફ્ટની સુવિધાઓથી સુસજ્જ માતુશ્રી શાંતાબેન એ. દોશી-ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા હોલનું લોકાર્પણ, શ્રી જલારામ ધામના કાર્યકર્તાઓ તથા સહયોગીઓનો સન્માન સમારોહ, સ્વ.રસિકલાલ અનડકટ(સ્થા.પ્રમુખ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના) સેવા ભવનનું લોકાર્પણ, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાશે. માતુશ્રી શાંતાબેન એ.દોશી-ડો.કુસમબેન એ.દોશી અન્નપૂર્ણા ભવનનું લોકાર્પણ શ્રી કીરણભાઈ એ.દોશી, શ્રી હિરેન્દ્રભાઈ એ.દોશી તથા દોશી પરિવારના વરદ્ હસ્તે કરવામાં આવ્યું. તેમજ સ્વ.રસિકલાલ અનડકટ સેવા ભવનનું લોકાર્પણ સંતો-મહંતો તથા અનડકટ પરિવારના વરદ્ હસ્તે કરાયુ. શ્રી જલારામ ધામ-મોરબી દ્વારા વિવિધ પ્રકારની માનવસેવા જેવી કે બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, શબવાહિની સેવા, વૈકુંઠરથ સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદની વ્યવસ્થા, દર ગુરુવારે મહાપ્રસાદ, પદયાત્રીઓની સેવા, ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ, કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે સેવા, મેડિકલ સાધનોની સેવા, દર માસે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ સહીતની સેવાઓ સર્વજ્ઞાતિય પ્રદાન કરવામાં આવે છે. ત્યારે શ્રી જલારામ ધામ-મોરબી ખાતે 4000 સ્કેવર ફુટમાં એ.સી., લીફ્ટ, જનરેટરની સુવિધાઓથી સુસજ્જ માતુશ્રી શાંતાબેન એ. દોશી- ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવનનુ લોકાર્પણ અષ્ટદશમ્ પાટોત્સવના દિવસે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી રઘુવીર સેના સર્વજનીક ટ્રસ્ટ મોરબી, જલારામ ધામ મોરબી, શ્રી જલારામ સેવા મંડળ મોરબી, શ્રી જલારામ ધામ મહિલા મંડળ મોરબીના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.