મોરબી : મોરબીની પ્રભાબેન પટેલ લો કોલેજના વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ વિધાનસભા ગૃહની કાર્યપ્રણાલી અને તેની મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી હતી. આ અવસર પર વિદ્યાર્થીઓને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મળવાની વિશેષ તક મળી હતી. જ્યાં તેમણે રાજ્યની સંચાલન પ્રણાલી અને વિવિધ શાસનવ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.