ટંકારા : તારીખ 10 માર્ચ ને સોમવારથી 18 માર્ચ ને મંગળવાર સુધી ટંકારા મામલતદાર કચેરી સામે પોલીસ લાઈન ખાતે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ (દર્શન શિવકથા)નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.નંદલાલભાઈ નાગજીભાઈ પરમાર, શુભવદનભાઈ નંદલાલભાઈ પરમાર, શિવ પરિવાર તથા પરમાર પરિવાર દ્વારા ટંકારાના આંગણે મોરબી-રાજકોટ હાઈવે પર પોલીસ લાઈન ખાતે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. જેનો પ્રારંભ 10 માર્ચ ને સોમવારના રોજ થશે અને 18 માર્ચ ને મંગળવારના રોજ પુર્ણાહૂતિ થશે. પોથીયાત્રા 9 માર્ચે બપોરે 4 કલાકે નંદલાલભાઈ પરમારના ઘરેથી નીકળી કથા સ્થળે જશે. દરરોજ સવારે 9 થી 12 કથા ચાલશે.