મોરબી : મોરબી મહાનગરપાલિકાને છેલ્લા 2 મહિનામાં વિવિધ પ્રકારની 2074 ફરિયાદો મળી છે. જેમાંથી 1854 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું ડેપ્યુટી કમિશનરે જાહેર કર્યું છે. તા.૦૧ જાન્યુઆરીએ સરકારના જાહેરનામા થી મોરબી મહાનગરપાલિકા તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ શહેરીજનોને પડતી સમસ્યાઓ/ફરીયાદો નિવારવા માટે અસરકારક વ્યવસ્થા અમલમાં મુકવામાં આવેલ છે. જાન્યુઆરી માસ દરમિયાન મોરબી મહાનગરપાલિકાના જુદી-જુદી શાખા જેવા કે સેનિટેશન, ભુગર્ભ-ગટર, સ્ટ્રીટલાઈટ તથા વોટર વર્કસ શાખાઓમાં કુલ ૯૭૧ ફરીયાદો આવેલ હતી જે પૈકી મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓ દ્વારા ૯૧૭ ફરીયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે.ફેબ્રુઆરી માસ દરમિયાન મોરબી મહાનગરપાલિકાના જુદી-જુદી શાખા જેવા કે સેનિટેશન, ભુગર્ભ-ગટર, સ્ટ્રીટલાઈટ તથા વોટર વર્કસ શાખાઓમાં કુલ ૧૧૦૩ ફરીયાદો આવેલ હતી જે પૈકી મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓ દ્વારા ૯૩૭ ફરીયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે.મોરબી મહાનગરપાલિકા વિસ્તારના શહેરીજનો એ મોરબી મહાનગરપાલિકાના ટેલીફોન નં.૦૨૮૨૨-૨૨૦૫૫૧ પર સંપર્ક કરી અથવા ઓનલાઈન ઈ-નગર પોર્ટલ પર પોતાની ફરિયાદો નોંધાવી શકે છે. તેમ ડેપ્યુટી કમિશનર (પ્રોજેકટ)ની યાદીમાં જણાવાયું છે.