ધો. 10ના સામાજિક વિજ્ઞાનના પેપરમાં 218 પરીક્ષાર્થીઓ ગેરહાજર, ધો. 12ના જીવ વિજ્ઞાનના પેપરમાં 2 અને મનો વિજ્ઞાનના પેપરમાં 16 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યામોરબી : મોરબી જિલ્લામાં આજે 3 માર્ચના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં અલગ અલગ વિષયની પેપર લેવાયા હતા. જેમાં ધોરણ 10માં કુલ 218 અને ધોરણ 12માં કુલ 18 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પેપરમાં 218, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જીવ વિજ્ઞાનના પેપરમાં 2 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મનો વિજ્ઞાનના પેપરમાં 16 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તો અનિવાર્ય વ્યાકરણમના પેપરમાં તમામ 9 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા.ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન પ્રવાહના પેપરમાં ગુજરાતી માધ્યમમાં 12491 પરીક્ષાર્થીઓમાંથી 217 ગેરહાજર અને 12274 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે અગ્રેજી માધ્યમમાં 398માંથી 1 ગેરહાજર અને 397 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. સામજિક વિજ્ઞાનમ (સંસ્કૃત પ્રથમ)ના પેપરમાં તમામ 21 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. આમ ધોરણ 10માં કુલ 12910 પરીક્ષાર્થીઓમાંથી 218 ગેરહાજર અને 12692 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા.ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં જીવ વિજ્ઞાનના પેપરમાં ગુજરાતી માધ્યમમાં 1094માંથી 1092 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા અને 2 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી માધ્યમમાં તમામ 22 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. મનો વિજ્ઞાનના પેપરમાં ગુજરાતી માધ્યમના કુલ 1304 પરીક્ષાર્થીઓમાંથી 1288 હાજર રહ્યા હતા અને 16 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે અનિવાર્ય વ્યાકરણમના પેપરમાં તમામ 9 પરીક્ષાર્થીઓએ હાજર રહીને પરીક્ષા આપી હતી.