વાડીમાં કામ હોય ત્યારે ખોટા કેમ રખડો છો કહેતા વૃદ્ધને લાગી આવ્યુંટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામે વાડીમાં રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની વૃદ્ધને તેમના પત્ની સાથે તમાકુની ડબ્બી લેવા બાબતે બોલાચાલી થતા પત્નીએ તમે કામ સમયે જ રખડો છો તેવું કહેતા લાગી આવ્યા બાદ ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નસીતપર ગામે દિનેશભાઇ રાઘવજીભાઈ કુંડારિયાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની મંગલસિંહ ભુરલાભાઈ મંડલોઈ ઉ.60 નામના વૃદ્ધ તમાકુની ડબ્બી લેવા મોરબી ગયા હોય અને વાડીએ પરત આવતા મોડું થતા તેમના પત્નીએ વાડીમાં કામ હોય ત્યારે જ તમે રખડો છો તેમ કહી બોલાચાલી કરતા મંગલસિંહને લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે ટંકારા પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે.