મોરબી : મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા ભારે વાહનો સામે આજે કડક ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં અનેક સ્થળોએથી કુલ 46 વાહનો સામે કેસ કરવામાં આવ્યા હતા. ઉપરાંત 10 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. મોરબી જીલ્લામાં આજે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ સરપ્રાઇઝ વાહન ચેકિંગ ડ્રાઇવમાં કુલ-૪૫૩ વાહનો ચેક કરવામાં આવ્યા હતા. નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કુલ કેસો-૨૧ કેશો કરવામાં આવ્યા હતા. વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા વાહન ચાલકો સામે કુલ ૮ કેસો કરવામાં આવ્યા હતા. લાયસન્સ ન હોય તેવા વાહન ચાલકો સામે કુલ ૦૯ કેસો કરવામાં આવ્યા હતા. રોંગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ ૦૫ ગુના રજીસ્ટર કરવામાં આવ્યા હતા. અડચણ રૂપ પાર્ક કરેલ વાહની વિરૂધ્ધ કુલ-૦૩ ગુના રજીસ્ટર કરવામાં આવ્યા હતા. વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન એમ.વી.એકટ ૨૦૭ મુજબના ૧૦ વાહન ડીટેઇન કરવામાં આવ્યા હતા. આ વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન કુલ-રૂ-૫૪૬૦૦/- દંડ વસુલ કરવામાં આવ્યો હતો.