તાલુકા પોલીસની કાર્યવાહી : એક શખ્સની ધરપકડમોરબી : મોરબીના પીપળી ગામે માટીની બોરીની આડમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલ ટ્રેલરમાંથી પોલીસે રૂ. ૫.૧૪ લાખના વિદેશી દારૂ અને બિયર સાથે એક શખ્સને ઝડપી લઈ તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસે પીપળી ગામની સીમ અંબીકા કારખાના પાસે માનસરોવર સોસાયટી પાસે કાચા રોડ ઉપર પડેલ ટ્રેલર નં.RJ-09-GC 3141માં ભરેલ માટીની બોરીની આડ માં છુપાવેલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૮૨૮ તથા બીયર ટીન નંગ-૩૧૨ કૂલ ૫,૧૪,૦૯૨/- નો મુદામાલ શોધી કાઢી તેમજ ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલ ટ્રેલર અને મોબાઇલ મળી કુલ ૧૫,૨૪,૦૯૨/- ના મુદ્દામાલ સાથે શ્રવણસિંગ કીશનસિંગ રાવત રહે.રાજસ્થાનવાળાને ઝડપી લઈ તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.