હળવદ : હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં આવેલી વાડીમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાય છે. આ અંગે મોરબી ક્રાઈમ બ્રાન્ચે મુદ્દામાલ કબજે કરી એક આરોપીને ઝડપીને પ્રોહીબિશન અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી વિગતો અનુસાર ગોલાસણ ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલતી હોવાની ખાનગી રાખે હકીકત મળી હતી. મોરબી ક્રાઈમ બ્રાન્ચે ગોલાસણ ગામની સીમમાં આવેલ મનુભાઈ સજુભાઈ ખંભાળિયા (રહે. ગોલાસણ) ગામની સીમમાં ટાવરવાળા રસ્તે આવેલ પોતાની વાડીમાં ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવતા હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જે હકીકતના આધારે વાડીએ રેડ કરી દારૂ બનાવવાનો ઠંડો આથો 4600 લીટર જેની કિંમત ₹1,15,000 થાય છે તે જપ્ત કરીને આરોપી મનુભાઈ સજુભાઈ ખંભાળિયાને ઝડપીને પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.