પ્રમુખની રેસમાં મીનાબેન ઠાકર આગળ, ચૂંટાયેલા 27 પ્રતિનિધિમાંથી મોટાભાગનાઓએ તેમના તરફે સેન્સ આપ્યાની ચર્ચાહળવદ : હળવદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને ફક્ત થોડા દિવસ જ બાકી રહ્યા છે આ અંગે દાવેદારોની સેન્સ પણ નિરીક્ષકો એ લઈ લીધી છે.ત્યારે હળવદ નગરપાલિકાના આગામી પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ બનશે તે મોટાભાગે નક્કી થઈ ગયું છે.જેથી હવે પાંચ માર્ચે બપોરે નામ જાહેર થશે.હળવદ નગરપાલિકાનો ઇતિહાસ જોઈએ તો અહીં મોટાભાગે ભાજપનું શાસન પાલિકામાં પર રહ્યું છે.અને આ વખતે પણ શાસનમાં પરિવર્તન થયું નથી. પાલિકાની 28 બેઠકમાંથી 27 બેઠક ભાજપ જીત્યું છે.જેથી બે દિવસ પહેલા જ પ્રમુખ,ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના હોદ્દાઓની નિરીક્ષકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સેન્સ લેવાઈ હતી. જેમાં ચૂંટાયેલા 27 પ્રતિનિધિમાંથી મોટાભાગનાઓએ વોર્ડ નંબર 5ના મીનાબેન ઠાકરને પ્રમુખ બનાવવા સેન્સ આપી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.હળવદ પાલિકાની ભાજપ પાસે રહેલ 27 બેઠકોમાંથી પ્રમુખ પદ બ્રાહ્મણ સમાજને આપવામાં આવશે. જ્યારે પટેલ,દલવાડી,કોળી અને માલધારી સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓને માર્કેટ યાર્ડના ડિરેક્ટર,કારોબારી ચેરમેન, ઉપપ્રમુખ, બાંધકામ, સેનિટેશન સહિતના વિભાગો આપવામાં આવશે તે પણ નક્કી છે.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ હળવદ નગરપાલિકાના પ્રમુખ પદ ને લઇ પ્રથમ અઢી વર્ષ સામાન્ય સ્ત્રી અનામત હોય જેથી પ્રમુખ પદને લઈ ઉર્વશીબેન પંડ્યા, ફોરમબેન રાવલ અને મીનાબેન ઠાકર રેસમાં છે જોકે મીનાબેન ઠાકર પ્રમુખ પદે બિરાજમાન થાશે તે નક્કી મનાઈ રહ્યું છે.