વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સરતાનપર રોડ ઉપર સેન્સો ચોકડી નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી હિતેશ બાબુભાઇ કુનતીયા રહે.ઓળ, તા.વાંકાનેર અને બેચર ભાણજીભાઈ ઉકેડીયા રહે.રાતાવીરડા તા.વાંકાનેર વાળાને રોકડા રૂપિયા 500 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.