મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મોરબી અને GMERS મેડીકલ કોલેજ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- સાવડીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- સાવડી ખાતે તા. 5-3-2025ના સવારના 9 વાગ્યાથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.આ કેમ્પમાં વય 18 થી 65 વર્ષની કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે. ઓછામાં ઓછું વજન 45 કિ.ગ્રા.ની કોઈ પણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. હિમોગ્લોબીનનું પ્રમાણ 12.5 g/dl થી વધારે હોય તે વ્યક્તિ રક્તદાન કરી શકે છે. દર ત્રણ મહીને રક્તદાન કરી શકાય.સાવડી ગામે રક્તદાન કેમ્પ રાખેલ હોય દરેક ગામમાંથી લોકો રક્તદાન કરે અને અન્ય લોકોને રક્તદાન માટેની પ્રેરણા આપી આ સેવા કાર્ય ને સફળ બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી, મોરબી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત મોરબી અને તાલુકા હેલ્થ ઓફિસર, ટંકારા દ્વારા લોકો ને અપીલ કરવામાં આવે છે.