મોરબી : મોરબી પુસ્તક પરબ દ્વારા આવતીકાલે તા. 2-3-2025 ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 કલાક દરમ્યાન મોરબીમાં શનાળા રોડ ખાતે સરદાર બાગ સામે આવેલી ઓમ શાંતિ સ્કૂલમાં પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લેખક ડો. શરદ ઠાકરના પુસ્તક સિંહપુરુષનું વંદના સરડવા દ્વારા પરિચય આપવામાં આવશે. મહત્વનું છે કે, પુસ્તક પરબમાં 4000 થી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનો ખજાનો વિનામૂલ્યે વાંચવા માટે ઉપલબ્ધ છે. નોંધનીય છે કે, સરદાર બાગનું રીનોવેશન કામ ચાલુ હોવાથી પુસ્તક પરબ શનાળા રોડ પર સરદાર બાગની સામે ઓમ શાંતિ સ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે.