ટંકારા : ટંકારાના મિકેનિક રોહિતભાઈ ડાકાને લતીપર હાઇવે પાસેથી એક મોબાઈલ મળી આવ્યો હતો. તેઓએ પ્રામાણિકતા દાખવી આ મોબાઈલના મૂળ માલિક અંગે તપાસ કરતા મોબાઈલ એક રાજસ્થાનના યુવકનો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેઓએ તેને બોલાવી ખરાઈ કરી મોબાઈલ પરત કર્યો હતો.