મોરબી : મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાની આગામી બેઠક તા.૧૦ને સોમવારના રોજ સમય સવારે ૧૧:૩૦ કલાકે યોજાશે. જેમાં ડીડીઓ જે. એસ. પ્રજાપતિ અને પ્રમુખ હંસાબેન જેઠાભાઇ પારધી અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં જિલ્લા પંચાયત મોરબીનું સને ૨૦૨૪-૨૫ નું સુધારેલ અને સને ૨૦૨૫-૨૬ નું અંદાજપત્ર મંજુર કરવા અંગે નિર્ણય લેવાશે. આ વેળાએ ૫૪ દિવ્યાંગ લાભાર્થીને વ્હીલચેરની ખરીદી કરવા બાબતે, UPSCની પરીક્ષા આપવા માટે ૫૦ વિદ્યાર્થીઓને ૧૫૦૦૦/ લેખે કુલ રકમ ૩૨૫૦૦૦/ ની ખર્ચ કરવાની મંજુરી બાબતે, આંગણવાડી રિનોવેશનના કુલ આઠ કામો માટે રૂ. ૧૩,૧૬,૦૦૦/- ની ખર્ચ કરવાની મંજુરી બાબતે, જિલ્લા પંચાયત મોરબીના નવા બનનાર સ્ટાફ ક્વાર્ટરની મરામત અને નિભાવણી અંગેના ઠરાવની બહાલી બાબત, ૧૫માં નાણાપંચના વર્ષ ૨૦૨૫-૨૬ ના જિલ્લા કક્ષાના ૧૦% ના આયોજનને બહાલી આપવા બાબતે નિર્ણય લેવામાં આવશે.