મોરબી : મોરબી નગરપાલિકામાં 1987થી ફરજ બજાવતા કનૈયાલાલ કાલરીયા 28 ફેબ્રુઆરી 2025ના રોજ વય નિવૃત્ત થતા તેમને કમિશનર સ્વપ્નિલ ખરે, ડે. કમિશનર કુલદીપસિંહ વાળા, સંજય સોની અને કોર્પોરેશનમાં અધિકારી અને કર્મચારીઓ દ્વારા સાલ ઓઢાડી, પેલો નારિયેળ આપી નિવૃત્તિનો સમય સુખમય આનંદમય નીવડે તેવી શુભકામનાઓ પાઠવી હતી.મહત્વનું છે કે, કનૈયાલાલ કાલરીયા નગરપાલિકા હતી ત્યારે શરૂઆતમાં જકાતનાકે, ત્યારબાદ ધર્મશાળામાં, ત્યારબાદ હાઉસ ટેક્સ વિભાગમાં કેસ ઉપર અધર ટેક્સમાં ઇન્ચાર્જ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે, લીલાપર ફિલ્ટર હાઉસ અને છેલ્લા દસ વર્ષથી ઇન્ચાર્જ હેડ ક્લાર્ક તરીકે અને સાથે સાથે ઇન્ટર્નલ ઓડિટર રજા ઉપર હોય ત્યારે તેનો ચાર્જ તેમજ એકાઉન્ટન્ટ રજા ઉપર હોય ત્યારે તેઓનો ચાર્જ પણ સંભાળતા હતા અને મોરબી નગરપાલિકાને મોરબી મહાનગરપાલિકામાં રૂપાંતરિત થાતા તેમાં વહીવટ ખાતું, પ્રોટોકોલ ખાતું, વસ્તી ગણતરી, ચૂંટણી, વોર્ડ રચના, આર.ટી.આઈ. વિભાગોમાં એક પણ હક્ક રજા ભોગવ્યા વગર નોકરીના છેલ્લા દિવસ સુધી ખંત અને નિષ્ઠા પૂર્વક નોકરી કરી છે.