મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 1 માર્ચના રોજ કપાસ, ઘઉં, તલ, જીરું, મગફળી, તુવેર, ચણા, કાળા તલ, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. આજે 502 ક્વિન્ટલ એટલે કે 2510 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1450 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. જીરુની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે 276 ક્વિન્ટલ જીરું, 76 ક્વિન્ટલ તુવેર, 87 ક્વિન્ટલ ચણા, 63 ક્વિન્ટલ રાય અને 33 ક્વિન્ટલ રાયડાની આવક થઈ છે.મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 606, તલના 2024, જીણી મગફળીના પ્રતિમણ 1036, જીરુંના 4006, તુવેરના 1445, ચણાના 1039, કાળા તલના 4000, રાયના 1164 અને રાયડાના 1056 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 1400 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 540 રૂપિયા ભાવ બોલાયા છે.