મોરબી : માળિયા મિયાણા નજીક 3 પશુઓને ક્રુરતા પૂર્વક લઈ જતા બોલેરો વાહનને ગૌ રક્ષકોએ પકડી પશુઓને છોડાવી એક શખ્સને પોલીસ હવાલે કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.ગૌસેવકોજે બાતમી મળેલ કે એક બોલેરો પિક અપમાં પશુઓ ભરી કચ્છ બાજુથી માળીયા થઈ અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યા છે. જેનો નંબર GJ 12 BJ 4558 છે. ગૌસેવકોએ આ ગાડી આવતા તે ગાડીને માળીયા ગામ પાસે રોકીને તેમાં ચેક કરતા 3 પશુઓ ક્રુરતાપૂર્વક ભરવામાં આવ્યા હતા. આ પશુની પૂછપરછ કરતા તેને જણાવેલ કે પશુઓ કચ્છથી ભરેલા હોય અને અમદાવાદ કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. આ 3 પશુઓને મોરબી ગૌરક્ષક હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના સહયોગથી બચાવી લેવામાં આવ્યા હતા અને ખાખરેચી પાંજરાપોળમાં મૂકવામાં આવેલ હતા. માળીયા તાલુકા પોલીસ સ્ટેશન જઈને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને હિન્દુ યુવા વાહિની કમલેશભાઈ બોરીચા દ્વારા પોલીસ મથકે ફરિયાદી નોંધાવામા આવી છે. તેમ યાદીમાં જણાવાયું છે.