મોરબી : મોરબીમાં એક બાળક ભુલું પડી ગયું હતું. જે સેવાભાવી આગેવાનને મળતા તેઓએ અડધો દિવસ સુધી આ બાળકને સાથે રાખી તેના પરિવારની શોધખોળ કરી તેને બાળક સોંપી આપ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપરથી સવારે એક બાળક મળી આવેલ હતું. ત્યાંથી પસાર થયેલા નરેન્દ્રભાઈ આહીરે આ બાળકને પોતાની સાથે રાખી તેના વાલીની શોધખોળ હાથ ધરી હતી. આ બાળક 7 વર્ષનું હતું. અને નેપાળી હતું. તે બોલી શકતું ન હતું. નરેન્દ્રભાઈએ બપોરે 2 વાગ્યા સુધી સતત જહેમત ઉઠાવતા અંતે આ બાળકના વાલી અંગે જાણ થઈ હતી. તેમાં વાલી કાયાજી પ્લોટ-4માં આવેલ શિવ આશિષ એપાર્ટમેન્ટમાં રહેતા હોય નરેન્દ્રભાઈએ તેમના વાલીની ખરાઈ કરી બાળક તેમને સોંપ્યું હતું. બાળક ભુલું પડી ગયું હોય અને અંતે મળી આવતા પરિવારે નરેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.