મોરબી : મોરબી જિલ્લામાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં અનેક પરપ્રાંતીય કામદારો રોજગારી મેળવી રહ્યા છે ત્યારે ઓરિસ્સા રાજ્યના બાલેશ્વરથી મોરબી રોજગારી મેળવવા માટે ગત તા.24ના રોજ રાજલક્ષ્મી ટ્રાવેલ્સની બસમાં બેસી મોરબીના ઉંચી માંડલ ગામે આવી રહેલા રતીકાન્તા મધુસુદન ભદ્રા ઉ.38 નામના યુવાનનું બસમાં જ કોઈ કારણોસર મૃત્યુ નિપજતા બસના કંડકટર રાધાલ્લભ ભરતચન્દ્ર રાઉલે મોરબી તાલુકા પોલીસ મથકને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.