8 માર્ચે ગંગેશ્વર મહાદેવ મંદિરે મહા રક્તદાન કેમ્પનું આયોજનવાંકાનેર : વાંકાનેરના ગઢીયા હનુમાનજી દાદાના મંદિરના 25મા વર્ષના રજત જયંતી મહોત્સવ નિમિત્તે ગઢીયા હનુમાન મિત્ર મંડળ વાંકાનેર દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 8 માર્ચના રોજ વાંકાનેરના ભાટીયા સોસાયટી ખાતે આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિરે સવારે 8-30 થી બપોરે 2 વાગ્યા સુધી મહા રક્તદાન કેમ્પ યોજાશે. રક્તદાન કેમ્પમાં સહભાગી થઈ રક્તદાન કરનારને ગિફ્ટ તથા પ્રશંસાપત્ર આપવામાં આવશે. વધુ માહિતી માટે મુગટભાઈ કુબાવત (મો.નં. 8160571240), રવિભાઈ લખતરીયા (મો.નં. 9824193274), દિપકસિંહ ઝાલા (મો.નં. 7567632051) પર સંપર્ક કરવા જણાવાયું છે.