મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમથી હેઠવાસના ભાગમાં મચ્છુ નદીની અંદર કચરો તથા કોલસી ઠાલવાતી હોવાથી નદીના પાણીના વહેણને અવરોધ ઉભો થઈ રહ્યો હોય આ બાબતે ભડિયાતના થોભણભાઈ અઘારાએ મચ્છુ-2 સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર, કલેક્ટર, કમિશનર સહિતનાને લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં થોભણભાઈ અઘારાએ જણાવ્યું છે કે, ભડિયાદની સીમ વિસ્તારમાં આવેલ મચ્છુ નદીના અંદરના ભાગમાં કોઈ અજણ્યા માણસો દ્વારા મચ્છુ-2 ડેમથી મોરબી બાજુના બેઠવાસના ભાગમાં નદીની અંદર નદીના પાણીના વહેણને અવરોધ થાય તેમ કચરો અને કોલસી ઠાલવે છે. જેના કારણે સરકારી મિલકતને નુકસાન થાય તેમ હોય તથા કોઈ કુદરતી દુર્ઘટના થાય તેમ હોય આ બાબતે કચરો ઠાલવવાની કાર્યવાહી તાત્કાલિક બંધ કરાવવા તથા જરૂરી કાર્વયાહી કરવા રજૂઆત કરાઈ છે.