ગુજરાતી માધ્યમમાં બેઝિક ગણિત 18માં 248, અને સ્ટાન્ડર્ડ ગણિત 12માં 2 વિદ્યાર્થી ગેરહાજર મોરબી : હાલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. જેમાં આજે તારીખ 1-3-2025ના રોજ બેઝિક ગણિત 18, સ્ટાન્ડર્ડ ગણિત 12, અને ગણિતમ 504 (સંસ્કૃત પ્રથમ)નું પેપર લેવાઈ રહ્યું છે. ત્યારે એસ.એસ.સી મોરબી ઝોન 125માં બેઝિક ગણિત 18માં ગુજરાતી માધ્યમમાં 248, સ્ટાન્ડર્ડ ગણિત 12માં 2 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. આ પેપરમાં કુલ 13368 વિદ્યાર્થીઓમાંથી કુલ 250 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. જેમાં બેઝિક ગણિત 18ના પેપરમાં 12830 વિદ્યાર્થીઓમાંથી ગુજરાતી માધ્યમમાં 248 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા જ્યારે અંગ્રેજી માધ્યમમાં તમામ 317 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને સ્ટાન્ડર્ડ ગણિતમાં 433 વિદ્યાર્થીઓમાંથી ગુજરાતી માધ્યમમાં 2 ગેરહાજર જ્યારે અંગ્રેજી માધ્યમમાં તમામ 84 હાજર રહ્યા. તેમજ ગણિતમ (સંસ્કૃત પ્રથમ)ના પેપરમાં તમામ 21 વિદ્યાર્થીઓ હાજર રહ્યા. આમ કુલ મળી 13368 વિદ્યાર્થીઓમાંથી 13118 વિદ્યાર્થીઓ હાજર રહ્યા જ્યારે 250 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.