સા. પ્રવાહના વાણિજ્ય વ્યવસ્થામાં 16 અને વિ. પ્રવાહના રસાયણ વિજ્ઞાનના પેપરમાં 6 પરીક્ષાર્થી ગેરહાજરમોરબી : મોરબી સહિત ગુજરાતભરમાં હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે આજે મોરબી જિલ્લામાં ધોરણ 12ની પરીક્ષામાં કુલ 22 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં આજે રસાયણ વિજ્ઞાનનું પેપર લેવાયું હતું જેમાં ગુજરાતી માધ્યમમાં 1712માંથી 1706 હાજર અને 6 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે અગ્રેજી માધ્યમમાં તમામ 55 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આજે વાણિજ્ય વ્યવસ્થાનું પેપર લેવાયું હતું. જેમાં ગુજરાતી માધ્યમમાં 5319માંથી 5303 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે 16 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે અંગ્રેજી માધ્યમમાં તમામ 178 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.