મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વરલી મટકાના જુગાર ઉપર બે અલગ અલગ દરોડા પાડી બે શખ્સને પકડી પાડયા હતા. જેમાં પ્રથમ દરોડામાં જુના બસસ્ટેન્ડ પાછળથી આરોપી જીવરાજભાઈ શંકરભાઇ ધામેચાને જાહેરમાં વરલી મટકાના આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂપિયા 520 કબજે કર્યા હતા. જ્યારે બીજા દરોડામાં કબીર ટેકરી મેઈન રોડ ઉપર આંકડા મીંડીનો જુગાર રમાડી રહેલા આરોપી અવેશ અયુબભાઈ કાસમાણીને રોકડા રૂપિયા 600 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.