મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 28 ફેબ્રુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, જીરું, મગફળી, ધાણા, તુવેર, સોયાબીન, અડદ, ચણા, એરંડા, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. આજે 627 ક્વિન્ટલ એટલે કે 3135 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1490 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. કપાસ ઉપરાંત 210 ક્વિન્ટલ જીરું, 156 ક્વિન્ટલ તુવેર, 195 ક્વિન્ટલ ચણા અને 121 ક્વિન્ટલ રાયડાની આવક થઈ છે.મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 637, તલના 2000, જીણી મગફળીના પ્રતિમણ 1124, જીરુંના 4080, ધાણાના 900, તુવેરના 1451, સોયાબીનના 751, અડદના 1535, ચણાના 1032, એરંડાના 1230, રાયના 1126 અને રાયડાના 1056 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 1300 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 500 રૂપિયા ભાવ બોલાયા છે.