મોરબી : મોરબીમાં આજે વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ હતી. સમગ્ર પંથકમાં આ ગાઢ ધુમ્મસ જોવા મળી હતી. જેના કારણે હાઇવે ઉપર વિઝીબલિટી ઘટતા વાહન વ્યવહારને પણ અસર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ સવારે વોકિંગ તેમજ કસરત કરવા નિકળતા લોકોએ ધુમ્મસભર્યા વાતાવરણને મનભરીને માણ્યું હતું.