માટેલ નજીક દેશી દારૂના જથ્થા સાથેનું એક્ટિવા રેઢું મળ્યુંવાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ગઈકાલે ઢુંવા ચોકડી પાસે વાહન ચેકીંગ દરમિયાન એક શખ્સને આઈ ટવેન્ટી કારમાં 100 લીટર દેશી સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા કિસ્સામાં માટેલ પાસેથી પોલીસે 50 લીટર દેશી દારૂ સાથે રેઢી હાલતમાં પડેલ એક્ટિવા મોટર સાયકલ કબ્જે કરી બન્ને કિસ્સામાં પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે ગઈકાલે બાતમીને આધારે વાહન ચેકીંગ કરી ઢુંવા ચોકડી નજીકથી જીજે - 06 - કેપી - 3230 નંબરની આઈ ટવેન્ટી કાર અટકાવી તલાશી લેતા કારમાંથી 100 લીટર દેશી દારૂ મળી આવતા કાર ચાલક જયદીપ ચંદુભાઈ ચાવડા રહે.સિરામિક સીટી, લાલપર, મોરબી વાળાને અટકાયતમાં લીધો હતો. વધુમાં આરોપી જયદીપે દારૂનો આ જથ્થો તૌફિક આમદભાઈ લધાણી રહે.ઢુંવા વાળાએ મંગાવ્યો હોવાનું અને આરોપી સમીર હનીફ મોવર રહે.જુના હનજીયાસર, તા.માળીયા વાળાએ મોકલ્યો હોવાનું કબુલતા પોલીસે ત્રણ લાખની કાર સહિત 3.20 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.બીજા કિસ્સામાં વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માટેલ ગામની સીમમાં સનપાર્ક સિરામિક પાછળથી 50 લીટર દેશી દારૂ સાથે રેઢી હાલતમાં પડેલું જીજે - 36 - એકે - 4320 નંબરનું એક્ટિવા મોટર સાયકલ કબ્જે કરી 40 હજારના એક્ટિવા સહિત 50 હજારનો મુદ્દામાલ હસ્તગત કરી એક્ટિવાના નંબરને આધારે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.