વિશિપરામાં સફાઈ ઝુંબેશ દરમિયાન બહેનોએ મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ રજુઆત કરતા કાર્યવાહી હાથ ધરાઈમોરબી : મોરબીના વિશિપરામાં આવેલ આંગણવાડીનો ચોકીદાર દારૂના નશામાં ખેલ કરતો હોવાની મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ મળતા તુરંત તેની બદલી કરી નાખવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે વિશિપરામાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં આવેલા આંગણવાડી કેન્દ્રના બહેનોએ મ્યુનિસિપલ કમિશનરને એવી રજુઆત કરી હતી કે અહીં રાજેશ કરશન ડાભી નામનો જે ચોકીદાર ફરજ બજાવે છે તે દારૂના નશામાં અવારનવાર ખેલ કરતો હોય છે. આ ફરિયાદને પગલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા લગત વિભાગને કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો હતો. જેને પગલે આ ચોકીદારની નંદીઘરમાં બદલી કરી નાખવામાં આવી છે.