હળવદ : બાંમ્ભા પરિવાર દ્વારા હળવદથી દ્વારકા સુધી પગપાળા સંઘ નીકળશે. તારીખ 6 માર્ચના રોજ સવારે 6 કલાકે ખોડીયાર માતાજીના મંદિર, બાંમ્ભા વાડી કુંભારપરા ખાતેથી પગપાળા સંઘનું પ્રસ્થાન થશે. માહી ડીજેના સંગાથે પગપાળા સંઘ નીકળશે. આ લાઈવ ડીજેમાં વિવિધ ગાયક કલાકારો પણ હાજરી આપશે. તો આ પગપાળા સંઘમાં જોડાવવા સર્વે ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ પાઠવાયું છે.