ટંકારા : આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. ત્યારે ઘણા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. ત્યારે આવા વિદ્યાર્થીઓની વ્હારે ટંકારા પોલીસ આવી હતી. ટંકારા પોલીસે ચોકડી ખાતે ખડે પગે રહીને પરીક્ષાર્થીઓને સમયસર કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા. ટંકારા પોલીસ સ્ટેશનના PI કે.એમ. છાસિયાના સીધા માર્ગદર્શન હેઠળ તમામ કેન્દ્ર ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી બોર્ડના પરીક્ષાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટંકારાની એમ.પી. દોશી વિદ્યાલય ખાતે ધોરણ 12ના પરીક્ષાર્થીઓને તિલક કરી મોઢું મીઠું કરાવીને પરીક્ષા કેન્દ્ર પર હાજર શિક્ષકોએ આવકાર્યા હતા.