મોરબી : સંગમ ફાઉન્ડેશન મોરબી દ્વારા ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આજ રોજ ધોરણ 10ની પરીક્ષાના પ્રથમ દિવસ નિમિત્તે સંગમ ફાઉન્ડેશન મોરબી દ્વારા વિદ્યાર્થીઓને તિલક કરી મીઠું મોઢું કરાવી પેન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.આ ઉપરાંત પરીક્ષા દરમિયાન મોરબી શહેરના કોઈપણ વિદ્યાર્થીને મુશ્કેલીઓ જણાય તો સંદિપસિંહ જાડેજા- મો.નં. 83472 99946, વિશ્વરાજસિંહ જાડેજા- મો.નં. 83069 14014, શિવાંગભાઈ નાનક- મો.નં. 99255 65508, શક્તિસિંહ ઝાલા- મો.નં. 9687535939નો સંપર્ક કરવા જણાવાયું છે.