ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામે આગામી તારીખ 4 માર્ચ ને મંગળવારથી 12 માર્ચ ને બુધવાર સુધી રામદેવજી માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. બંગાવડી ગામ સમસ્ત, રામદેવ સેવા યુવક મંડળ- બંગાવડી અને ગૌ-સેવા યુવક મંડળ-બંગાવડી દ્વારા રામદેવ રામેશ્વર મંદિર ખાતે આ રામદેવજી માનસ કથા યોજાશે.આ રામદેવ રામાયણ માનસ કથામાં લક્ષ્મી ઈટાળા વાળા લાલદાસબાપુ દેશાણી વ્યાસપીઠ પર બીરાજીને દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે. દરરોજ રાત્રે ધૂન-ભજનનો કાર્યક્રમ પણ યોજાશે. સાથે જ ભક્તો માટે દરરજ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. તો આ કથા શ્રવણનો લાભ લેવા સર્વે ભક્તોને આમંત્રણ પાઠવાયું છે.