હળવદ : હળવદમાં છરી સાથેનો વિડીયો ઉતારી ઇન્સ્ટાગ્રામમાં મુકનાર બે શખ્સોને પોલીસે પકડી પાડી તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઇન્સ્ટાગ્રામમાં કેટલાક ઇસમોનો છરી સાથે ઉતારેલ વિડીયો વાયરલ થયેલ હોય આ વિડીયો હળવદ સામંતસર તળાવ પાસે આવેલ બગીચાનો હોવાનું જણાઇ આવતા હળવદ પોલીસે જીતેશભાઇ મનોજભાઈ કાનજીભાઇ રાઠોડ રહે હળવદ બાયપાસ ત્રણ રસ્તા પાસે તથા કરણભાઇ બળદેવભાઇ સડલીયા રહે હળવદ જી.આઇ.ડી.સી બાલાજી કારખાના પાસે વાળાને ઝડપી લઈ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.