મોરબી યાર્ડમાં 3550 મણ કપાસની આવક, ભાવ 1492 સુધી બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 27 ફેબ્રુઆરીના રોજ કપાસ, ઘઉં, જીરું, મગફળી, બાજરો, તુવેર, અડદ, ચણા, એરંડા, કાળા તલ, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. આજે 710 ક્વિન્ટલ એટલે કે 3550 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1492 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 672, જીણી મગફળીના પ્રતિમણ 1150, જીરુંના 3980, બાજરાના 601, તુવેરના 1370, અડદના 1584, ચણાના 1028, એરંડાના 1200, કાળા તલના 4326, રાયડાના 1054 અને રાયના 1051 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 1300 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 500 રૂપિયા ભાવ બોલાયા છે.