મોરબી : મોરબી જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ જીવણભાઈ એસ. ડાંગર દ્વારા જણાવાયું છે કે, તારીખ 4-1-2025ના રોજ રાખવામાં આવેલી સામાન્ય સભામાં હાજર રહીને રજિસ્ટ્રેશન ફી 300 રૂપિયા ભરી હોય તેઓને તથા દાતા/ભોજનદાતામાં નામ લખાવી તેની રકમ ભરેલી હોય તેમને ભેટ વિતરણ આગામી તારીખ 3 માર્ચ થી 20 માર્ચ સુધીમાં કરવામાં આવશે. નક્કી કરેલી તારીખ દરમિયાન કચેરીના સમય સવારે 10 થી 11ની વચ્ચે (જાહેર રજા, શનિવાર, રવિવાર સિવાય) આવીને ભેટ મેળવી લેવા જણાવાયું છે. ત્યારબાદ ભેટ વિતરણ કરવામાં આવશે નહીં જેની નોંધ લેવા પણ જણાવાયું છે.