ટંકારા : આજથી બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે ત્યારે ટંકારાના કલ્યાણપર ગામનો વિદ્યાર્થી ઈજાગ્રસ્ત હાલતમાં હોવા છતાં મક્કમ મન સાથે બોર્ડની પરીક્ષા આપવા પહોંચ્યો છે. ન્યૂ વિઝન શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતાં અને કલ્યાણપર ગામના વતની સોહમ મુકેશભાઈ દુબરીયા નામના વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલા અકસ્માત થયો હતો. આજથી બોર્ડની પરીક્ષા ચાલુ થઈ છે ત્યારે સોહમ ઈજાગ્રસ્ત હાલતમાં અને પગમાં પાટા બાંધેલી હાલતમાં ઓરપેટ સ્કૂલમાં કેન્દ્ર પર પરીક્ષા આપવા પહોંચ્યો હતો.