અપૂરતા - અનિયમિત પાણી અંગે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાની મુખ્યમંત્રી સમક્ષ રજુઆત મોરબી : મોરબીમાં પીપળીયા ચાર રસ્તાથી નાનાભેલા સંપ નીચે આવતા ગામોમાં અપૂરતું પાણી તેમજ અનિયમિત અને અપૂરતા ફોર્સથી આવતું હોય ત્યારે આ અંગે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાને મોટાભેલાના જાગૃત આગેવાન મુળુભાઈ ગોહેલ દ્વારા ફરિયાદ મળી છે કે, પીપળીયા ચાર રસ્તા સંપ હેઠળ આવતા નાના ભેલા સંપ ગ્રુપના ગામોમાં પીવાનું પાણી – અનિયમિત અપૂરતું, ફોર્સ વગર આવે છે. જો ઉનાળો નથી આવ્યો ત્યા જ આવી સ્થિતિ છે. તો ઉનાળા માં શું થશે? સરકારી તંત્ર સરકારી કોન્ટ્રાકટર ક્યારે આવતા નથી અને લોકોને ભગવાન ભરોસો મુકેલ છે. તો બીજી બાજુ મચ્છુ – 2 કેનાલનું પાણી ખુબ જ મોટી માત્રામાં હોકળાઓમાં વહી રહ્યું છે. પાણીનો બગાડ થઇ રહ્યો છે. પરંતુ લોકોને પીવા માટે પાણી મળતું નથી આવો કારોબાર સરકારી તંત્રનો છે. તો આના માટે લગત ડીપાર્ટમેન્ટને યોગ્ય આદેશો આપી. આ વિસ્તાર ના લોકો ને પીવાનું પાણી પુરતું અને નિયમિત પુરા ફોર્સથી મળે તે માટે યોગ્ય કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે. તેમજ જો આવું કરવામાં નહિ આવે તો અમારે ના છુટકે આ બધાજ ગામોના લોકો ને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી છે.