વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવીને કેન્દ્રમાં પ્રવેશ અપાયોમોરબી : મોરબી જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા ડીજેપી કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. આ વેળાએ વિદ્યાર્થીઓને કેન્દ્ર ખાતે કુમકુમ તિલક અને મોઢું મિઠું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ વેળાએ જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતા પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના 17 કેન્દ્રોમાં 22844 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેકટર દ્વારા તમામ વિદ્યાર્થીઓને ચિંતા કર્યા વગર પરીક્ષા આપે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે. ઉપરાંત જે પણ પરિણામ આવે હતાશ થયા વગર આગળ વધવા અપીલ કરી છે.