મોરબી : વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે શનાળાની સરસ્વતી શિશુમંદિરમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી વિજ્ઞાન મેળાની શરૂઆત કરવામાં આવી હતી. આ દરમ્યાન ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન જેવા વિષયો પર 230 જેટલા વિદ્યાર્થીઓએ જુદા-જુદા 115 પ્રયોગ રજુ કર્યા હતા. જેમાં રોબર્ટ, વાઇ-ફાઈ કાર, સુક્ષ્મદર્શક યંત્ર, મિનિ ફ્રીઝ જેવા પ્રયોગો આકર્ષકનું કેન્દ્ર રહ્યા હતા.