મોરબી : મોરબીના જેતપર રોડ પર આવેલા લેમન ટાઈલ્સમાં EPFO દ્વારા ચાલતા કેમ્પેઈન નિધિ આપ કે નિકટ 2.0 તથા ESIC દ્વારા ચાલતા સુવિધા સમાગમ અવેરનેસ દ્વારા મજૂર કામદારોને મળતા લાભો અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રોગ્રામ દર માસની 27 તારીખે ભારત સરકાર દ્વારા મજૂરોની જાગૃતિ માટે રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં EPFO તરફથી કપિલ જૈન તથા ESIC તરફથી સચિનભાઈ જાની, મિતેષભાઈ પરમાર તેમજ મજૂર કાયદાના સલાહકાર એડ્વોકેટ મિલનભાઈ ઓરીયા, હર્ષભાઈ વ્યાસ, કારખાનાના માલીક જીગ્નેશભાઈ બોપલીયા દ્વારા કામદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.