મોરબી : વાંકડા ગામની પ્રાથમિક શાળામાં આગામી તારીખ 1 માર્ચ ને શનિવારના રોજ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકડા પ્રાથમિક શાળા પરિવાર તથા વાંકડા ગામ સમસ્ત દ્વારા 1 માર્ચે 8 કલાકેથી વાર્ષિક ઉત્સવ યોજાશે.આ વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રંગોત્સવનું આયોજન કરાયું છે. આ પ્રસંગે રૂક્ષાનાબેન ઈકબાલભાઈ વડિયાનો વિદાય સમારંભ તથા વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન કડીવાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ. મહેતા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર, બીઆરસી કો. મોરબી ચિરાગભાઈ આદ્રોજા અને સીઆરસી કો. નીચી માંડલ ચંદ્રકાંતભાઈ બાવરવા ઉપસ્થિત રહેશે.