મોરબી : મોરબીમાં રખડતાં ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે. અવાર નવાર મોરબીમાં રખડતાં ઢોરના કારણે અકસ્માતો સર્જાય છે અને નિર્દોષ લોકોને આ સમસ્યાનો ભોગ બનવું પડી રહ્યું છે. ત્યારે આજે સવારે 7-15 વાગ્યાની આસપાસ રવાપર ગામે બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું હતું.રવાપર ગામના મહાબલી હનુમાનજી મંદિરની સામે આવેલા વૈદેહી પ્લાઝાની સામે સવારે બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું હતું. જેના કારણે થોડીવાર માટે આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે સદભાગ્યે કોઈ નુકસાન થયું નથી પરંતુ લોકો માગ કરી રહ્યા છે કે, રખડતાં ઢોરના ત્રાસમાંથી ઝડપથી મુક્તિ અપાવવામાં આવે.