મોરબી : વાંકાનેર સિટી પોલીસે જીનપરા જકાત નાકા ખાતે વાહન ચેકીંગ દરમિયાન અલ્પેશભાઇ રમેશભાઇ બોહુકીયા ઉ.વ.૨૧ રહે. વીશીપરા મોરબીવાળાને ચોરી કરેલ બાઇક સાથે પકડી પાડ્યો છે. આ બાઇક તેને મોરબીમાં નવલખી રોડ ઉપર ઓવરબ્રીજ નીચેથી ચોરી કર્યું હોવાનું કબુલ્યું હતું. તેની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.