મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં આવતીકાલે તા.27ના રોજ વીજપુરવઠો મેઇન્ટેનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. ઘૂંટુ JGY, લેન્ઝ IND, સિલ્ક IND સવારે 8:30થી બપોરે 3 વાગ્યા સુધી ( પ્રભાત નગર, ઉમા રેસીડેન્સી ,હરિઓમ, શ્યામ પાર્ક 1, શ્યામ પાર્ક ૨ તેમજ માર્કોવિલેજ સોસાયટી)તથા સરજુ Ind, વેરિટાસ JGY, આઈબીસ (IBIS) IND ફીડર સવારે 09:00 થી 11:00 વાગ્યા સુધી બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.