વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનું ભવ્ય આયોજન : યુગલોને કરિયાવર સ્વરૂપે દાતાઓના સહયોગથી 75થી વધુ વસ્તુઓ અપાઈ : સરકારી સહાય માટે ફોર્મની કાર્યવાહી પણ કરાઈમોરબી : મોરબીમાં છેલ્લા 14 વર્ષથી સેવાકિય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેનાર વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શકત શનાળા ખાતે ઝાલા રાજપૂત ક્ષત્રિય સમાજ વાડીના પટાંગણમાં સર્વ જ્ઞાતિ નવમાં સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા. જેમાં 25 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.તમામ યુગલોને કરિયાવર સ્વરૂપે દાતાઓના સહયોગથી 75 થી વધુ ઘરવખરીની સામગ્રીઓ જેવી કે સોનાની ચુક, રજવાડી સેટ(ઈમી.), ચાંદિના સાકળા, ચાંદિની ગાય, ચાંદિનો તુલસી કયારો, ચાંદિનો સિકકો, ૫ સાડી, કબાટ, સેટી (પેટી પલંગ), ટીપાઈ સહિતની વસ્તુઓ અપાઈ હતી. આ શુભ પ્રસંગના મુખ્ય દાતા તરીકે રૂપિયા ૫૫,૫૫૫/- નું દાન સ્વરૂપે પ્રથમ કાંતિભાઈ અમૃતિયા (મિશન નવભારત ગુજરાત યુવા પ્રમુખ) દ્વારા આપવામાં આવ્યું હતું. જ્યારે પ્રસાદના મુખ્ય દાતા તરીકે પરમ પૂજ્ય સેવામૂર્તિ રામને ભજી લ્યો એવા જમનાદાસજી (હરિહર અન્નક્ષેત્ર) દ્વારા સહયોગ આપવામાં આવેલ હતું. આ શુભ પ્રસંગે મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા તમામ કન્યાઓને વસ્ત્રદાન પેટે ₹41,000નું દાન આપવામાં આવેલ હતું. જ્યારે કન્યાદાનના રૂપિયા ૨૫,૫૫૫ ના દાતા તરીકે હેતલબેન પટેલ (અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ), ગીરીશભાઈ સરૈયા(ચીફ ઓફિસર વાંકાનેર અને ટંકારા), પી ડી કાંજિયા (નવયુગ સંકુલ), ડોક્ટર શૈલેષ પટેલ (દર્શન આંખની હોસ્પિટલ), ડોક્ટર અલ્કેશ પટેલ (એપલ કાન, નાક, ગળાની હોસ્પિટલ), રમેશભાઈ બી સોલંકી, મનોજભાઈ કવાડીયા, ડોક્ટર હર્ષદ મહેશ્વરી (હરિઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ વાકાનેર), જયભાઇ ભોરણીયા (Dilr મોરબી) દ્વારા સહયોગ આપવામાં આવેલ હતો.તદુપરાંત લગ્નોત્સવના કરિયાવર દાતા રૂપિયા ૧૫,૫૫૫/- નુ દાન ડોક્ટર મિલનભાઈ ઉઘરેજા (એડવાન્સડ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિક અને ઇમ્પ્લાન્ટ સેન્ટર) તેમજ ડોક્ટર હિરેનભાઈ કારોલીયા (જનની હોસ્પિટલ મોરબી) દ્વારા આપવામાં આવેલ હતું. આ સાથે રૂપિયા ૧૧,૧૧૧/- નું રોકડ દાન સતિષભાઈ કલોલ (એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ), મેઘજીભાઈ હીરાભાઈ ચૌહાણ (રોહીદાસ પરા મોરબી), સંતોષ બિલાસરાઇ યાદવ, સ્વર્ગસ્થ ઘેલાભાઈ કરસનભાઈ પરમાર, સ્વર્ગસ્થ દેવજીભાઈ ધેલાભાઈ પરમાર, સ્વર્ગસ્થ વર્ષાબેન ધીરુભાઈ પરમાર, ડોક્ટર અર્જુન સુવાગિયા(વરદાન હોસ્પિટલ),અજયભાઈ લોરીયા (સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન), દિનેશભાઈ પરમાર (મિત્તલ કન્સ્ટ્રક્શન) તેમજ પ્રવીણભાઈ રાજાણી (ટ્રસ્ટી સાર્થક વિદ્યામંદિર મોરબી) દ્વારા સહયોગ રૂપે આપવામાં આવેલ હતું. જ્યારે મામેરા દાન રૂપિયા ૯૯૯૯/- અનિલભાઈ દલપતભાઈ મકવાણા અમદાવાદ, હરિભાઈ આદ્રોજા મહેન્દ્રનગર, ડોક્ટર હિતેશ પટેલ ઓમ હોસ્પિટલ, ડોક્ટર રાકેશ પટેલ નકલંગ હોસ્પિટલ, ડોક્ટર અરવિંદ મેરજા જાનકી હોસ્પિટલ, ડોક્ટર વિપુલ માલાસના ગોકુલ હોસ્પિટલ, બાબુભાઈ પરમાર અનુસૂચિત જાતિ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ, સ્વર્ગસ્થ નિર્મળાબેન અને સ્વર્ગસ્થ સુરેશચંદ્ર ગીરજાશંકર ભટ્ટ મુંબઈ, ડોક્ટર નીતાબેન ઠક્કર આગમન હોસ્પિટલ રાજકોટ, ડોક્ટર જયેશ સનારીયા અને મનીષ સનારીયા, ડોક્ટર પરેશ લાખાણી તેમજ શ્રી બ્લડ બેન્ક દ્વારા સહયોગ આપવામાં આવેલ આ સાથે સાથે રોકડ દાતાઓએ પણ રોકડ રકમનું દાન કરી સમૂહ લગ્ન સ્થળોને સફળ બનાવવા માટે પણ પોતાની યોગદાન કરેલ. વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા તમામ કન્યાઓને કરિયાવરની સાથે સાથે લગ્ન નોંધણી તેમજ સરકારશ્રીની સાત ફેરા સમૂહ લગ્ન જે અંતર્ગત રૂપિયા ૧૨૦૦૦ અને કુંવરબેન નું મામેરુ જે અંતર્ગત રૂપિયા ૧૨૦૦૦ એમ મળીને રૂપિયા ૨૪,૦૦૦ની સરકારી સહાય મળી રહે તે હેતુસર સમગ્ર ખાતાકીય કાર્ય પૂર્ણ કરી આપેલ છે. આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ ડોક્ટર પરેશકુમાર પારીઆ, ઉપપ્રમુખ નંદની પારીઆ, મહામંત્રી જ્યોતિબેન ચાવડા, ગિરધરભાઈ પરમાર, ચંદુભાઈ પરમાર, દિપ્તીબેન સાનેપરા, દિનેશ પુરાણી તેમજ હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ડોક્ટર હાર્દિક જેસવાણી, ડોક્ટર મિલન ઉઘરેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, સાગર જેસવાણી, પ્રફુલભાઈ પરમાર, ઈશાન જેસવાણી, સહદેવ સિંહ ઝાલા, પારસ ભાઈ સંઘવી, ડોક્ટર સંજય નિમાવત, ડોક્ટર પ્રકાશ ભગોરા સાથે સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.