મોરબી : મોરબીમાં રામધન આશ્રમે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે આજે તા. 26-2-2025 ને બુધવારના રોજ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી છે. આ દરમ્યાન મંદિરમાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. જેમાં ભક્તો માટે ફરાર, સરબત વ્યવસ્થા કરવામાં આવી છે. આજે મહાશિવરાત્રી નિમિતે મંદિરમાં ચાર પ્રહરની પૂજા થશે. આ કાર્યને સફળ બનાવવા માટે આશ્રમના સેવકોએ જહેમત ઉઠાવી હતી. તેમ મુકેશ ભગતે જણાવ્યું છે.