મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટ્યા : 5 હજારથી વધુ લોકોએ ભંડારાનો લાભ લીધોમોરબી : મોરબીમાં અગ્નેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દર્શનાર્થે ભાવિકોનો પ્રવાહ અવિરતપણે ચાલુ જ છે. અહીં આયોજિત ભંડારામાં 5 હજાર જેટલા લોકોએ પ્રસાદ લીધો હતો. સવારે અને બપોરે અહીં મહાઆરતી યોજવામાં આવી હતી. અહીં આખા વર્ષ દરમિયાન આજે દક્ષિણાની પેટી ખોલવામાં આવે છે. જેમાંથી ભંડારો કરવામાં આવે છે. વધુમાં અહીં ગત તા.17ના રોજ ગદાધર વિષ્ણુ ભગવાનના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. તે વેળાએ મહાવિષ્ણુપૂરણ કથાનો પ્રારંભ થયો હતો. જેમાં વ્યાસાસને શાસ્ત્રી જીજ્ઞેશભાઈ પંડ્યા બિરાજ્યા હતા. આ કથાની આજે પુર્ણાહુતી થઈ છે.